સરકારે કહ્યું છે કે અનાજ બજારોમાં 90 લાખ ટનથી વધુ ડાંગરની આવક થઈ છે, જેમાંથી 85 લાખ ટનથી વધુ ડાંગરની ખરીદી એકલા પંજાબમાં સરકારી સંસ્થાઓ તેમજ ભારતીય ખાદ્ય નિગમ દ્વારા કરવામાં આવી છે. ઉપભોક્તા બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયે જણાવ્યું છે કે કેન્દ્ર સરકારે નક્કી કરેલા ‘A’ કેટેગરીના ડાંગરને 2350 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના લઘુત્તમ ટેકાના ભાવે ખરીદવામાં આવી રહ્યું છે.
ચાલુ ખરીફ બજાર સત્રમાં અત્યાર સુધીમાં સરકારે કુલ 19 હજાર, 800 કરોડ રૂપિયાના ડાંગરની ખરીદી કરી છે, જેનાથી 4 લાખથી વધુ ખેડૂતોને લાભ થયો છે. ચાલુ ખરીફ પાક સત્ર 2024-25 માટે પહેલી ઑક્ટોબરથી પંજાબમાં ડાંગરની ખરીદી શરૂ થઈ હતી. આ માટે સમગ્ર રાજ્યમાં બે હજાર 927 મંડળીઓ તેમજ અસ્થાયી યાર્ડ ચાલુ છે. કેન્દ્ર સરકારે આ બજાર સત્રમાં ડાંગરની ખરીદી માટે એકસો 85 લાખ ટનનો લક્ષ્યાંક મૂક્યો છે, જે 30 નવેમ્બર સુધી ચાલશે.
Site Admin | નવેમ્બર 3, 2024 8:05 પી એમ(PM) | અનાજ બજારોમાં
સરકારે કહ્યું છે કે અનાજ બજારોમાં 90 લાખ ટનથી વધુ ડાંગરની આવક થઈ છે.
