સરકારે એક રાષ્ટ્ર એક ચૂંટણી ખરડાને વધુ ચર્ચા માટે સંયુક્ત સંસદીય સમિતિ (JPC)ને મોકલ્યો છે.
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે લોકસભામાં જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતે સૂચન કર્યું હતું કે વિધેયકને જેપીસીને મોકલવું જોઈએ કારણ કે તેના પર દરેક સ્તરે વિગતવાર ચર્ચા થવી જોઈએ.
જેપીસી એ ચોક્કસ વિષય અથવા વિધેયકની સંપૂર્ણ તપાસ કરવા માટે સંસદ દ્વારા સ્થપાયેલી એડહોક સમિતિ છે. તેમાં બંને ગૃહો તેમજ શાસક અને વિરોધ પક્ષોના સભ્યોનો સમાવેશ થાય છે. જો કે, જેપીસીના સભ્યોની સંખ્યા અને રચના મર્યાદિત નથી. પરીક્ષણ પૂર્ણ થયા બાદ જેપીસીનું વિસર્જન કરવામાં આવે છે. જેપીસીની ભલામણો સલાહકારી છે અને સરકારે તેના નિર્ણયનું પાલન કરવું જરૂરી નથી. સમિતિ નિષ્ણાતો પાસેથી પુરાવા એકત્ર કરી શકે છે અને જાહેર સંસ્થાઓ, સંગઠનો, વ્યક્તિઓ અને અન્ય રસ ધરાવતા પક્ષકારોની સલાહ પણ લઈ શકે છે.
Site Admin | ડિસેમ્બર 18, 2024 8:51 એ એમ (AM) | #aakahvani #aakashvaninews | India | newsupdate | અમિત શાહ | કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ | નરેન્દ્ર મોદી | પ્રધાનમંત્રી | પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી | લોકસભા