સરકારે એક રાષ્ટ્ર, એક ચૂંટણી સાથે સંબંધિત બે વિધેયક લોકસભામાં રજૂ કરવા માટે સૂચિબદ્ધ કર્યા છે. કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલ બંધારણ (129મો સુધારો) વિધેયક અને કેન્દ્ર શાસિત કાયદા (સુધારા) વિધેયક રજૂ કરશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે ગુરુવારે લોકસભા અને રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે યોજવાના વિષય ને અમલમાં મૂકવા માટે બંધારણીય સુધારા બિલને મંજૂરી આપી હતી. સૂચિત બંધારણ સુધારો વિધેયક લોકસભા અને રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે યોજવાની જોગવાઈ સાથે સંબંધિત હશે.
પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના નેતૃત્વમાં વન નેશન, વન ઈલેક્શન પરની ઉચ્ચ સ્તરીય સમિતિએ દેશમાં લોકસભા અને રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે યોજવાની ભલામણ કરી હતી.
Site Admin | ડિસેમ્બર 15, 2024 8:27 એ એમ (AM) | પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી