ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 14, 2024 2:38 પી એમ(PM)

printer

સરકારે આવતીકાલે દિલ્હીના લાલ કિલ્લા પર યોજાનારી સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે પંચાયતી રાજ સંસ્થાઓના 400 થી વધુ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 160 થી વધુ કાર્યકર્તાઓને વિશેષ અતિથિ તરીકે આમંત્રિત કર્યા

સરકારે આવતીકાલે દિલ્હીના લાલ કિલ્લા પર યોજાનારી સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે પંચાયતી રાજ સંસ્થાઓના 400 થી વધુ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 160 થી વધુ કાર્યકર્તાઓને વિશેષ અતિથિ તરીકે આમંત્રિત કર્યા છે.
આ આમંત્રિતોમાં પંચાયતી રાજની મહિલા પ્રતિનિધિઓ અને મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના પ્રાદેશિક અધિકારીઓનો સમાવેશ થાય છે, જેઓ દેશમાં વિવિધ યોજનાઓ લાગુ કરી રહ્યા છે. આ વિશેષ મહેમાનોને દેશના સશક્તિકરણ તરફના તેમના પ્રયાસોના સન્માનમાં આમંત્રિત કરવામાં આવ્યા છે.
મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે જણાવ્યું કે આમંત્રિત કાર્યકર્તાઓમાં આંગણવાડી કાર્યકરો, સખી વન-સ્ટોપ સેન્ટર, સંકલ્પઃ મહિલા સશક્તિકરણ કેન્દ્ર, અને અન્યનો સમાવેશ થાય છે. પંચાયતી રાજ મંત્રાલયે જણાવ્યું હતું કે તમામ પાયાના કાર્યકર્તાઓને આમંત્રિત કરવાનોનો હેતુ તેમને ઐતિહાસિક રાષ્ટ્રીય ઉજવણીનો ભાગ બનાવી ગૌરવ અને દેશભક્તિની ભાવનાને ઉત્તેજન આપતા અનુભવ પ્રદાન કરવાનો છે
પંચાયતી રાજ રાજ્ય મંત્રી પ્રો. એસ.પી. સિંઘ બઘેલ પરિષદમાં સૌ આમંત્રિતોનું સન્માન કરશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ