સરકારે આતંકવાદ સામે શૂન્ય-સહિષ્ણુતાની નીતિ અપનાવી છે જેના પરિણામે દેશમાં આતંકવાદી ઘટનાઓમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આજે રાજ્યસભામાં પૂરક પ્રશ્નોના જવાબમાં ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે જણાવ્યું હતું કે સરકારે રાષ્ટ્રીય તપાસ એજન્સી-NIAvને દેશની બહાર પણ આતંકવાદ સંબંધિત ઘટનાઓ અને પ્રવૃત્તિઓની તપાસ કરવા માટે વધુસત્તા આપી છે. તેમણે કહ્યું કે NIA લંડનમાં ભારતીય હાઈ કમિશન અને સાન ફ્રાન્સિસ્કોમાં ભારતના કોન્સ્યુલેટ જનરલ પર થયેલા હુમલા સંબંધિત ઘટનાની તપાસ કરી રહી છે. તેમણે ઉમેર્યું કે કેન્દ્ર દેશમાંથી આતંકવાદને નાબૂદ કરવા માટે કડક પગલાં લઈ રહ્યું છે.
Site Admin | માર્ચ 19, 2025 6:22 પી એમ(PM) | આતંકવાદ
સરકારે આતંકવાદ સામે શૂન્ય-સહિષ્ણુતાની નીતિ અપનાવી છે જેના પરિણામે દેશમાં આતંકવાદી ઘટનાઓમાં નોંધપાત્ર ઘટાડો થયો
