સરકારે આજે ભારપૂર્વક જણાવ્યું હતું કે, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ઝડપથી આગળ વધી રહ્યો છે. આજે લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન પૂરક પ્રશ્નનાં જવાબમાં રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે, દેશમાં પ્રથમ વાર દરિયાની 30 મીટર નીચજે 21 કિલોમીટર લાંબી ટનલનું નિર્માણ થઈ રહ્યું છે. તેમણે જણાવ્યું કે, પ્રોજેક્ટનાં 320 કિલોમીટરનું માળખાકીય કામ પૂર્ણ થઈ ગયું છે અને આત્મનિર્ભર ભારત ઝૂંબેશ હેઠળ અનેક પહેલ ચાલી રહી છે.
દરમિયાન, જાતિ આધારિત વસતી ગણતરી મુદ્દે વિપક્ષોનાં શોરબકોર બાદ લોકસભાની કાર્યાવાહી 12 વાગ્યા સુધી સ્થગિત કરવામા આવી હતી. 12 વાગે ગૃહની કાર્યવાહી પુનઃ શરૂ થઈ હતી.
Site Admin | જુલાઇ 31, 2024 2:24 પી એમ(PM) | બુલેટ ટ્રેન