સરકારે આજે દાવો કર્યો છે કે 2023-24ની વર્તમાન ખાંડ મોસમમાં શેરડીના ખેડૂતોનાં બાકી લેણામાંથી જુલાઇ મહિના સુધીમાં લગભગ 95.3 ટકાની ચૂકવણી કરી દેવામાં આવી છે. લોકસભામાં લેખિત જવાબમાં ગ્રાહક બાબતોના રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયાએ જણાવ્યું કે, શેરડીના ખેડૂતોનાં બાકી લેણા ચૂકવવા માટે કેન્દ્ર સરકારે વિવિધ પગલાં લીધાં છે.
તેમણે જણાવ્યું કે, 2021-22ની ખાંડની મોસમમાં શેરડીના ખેડૂતોના બાકી લેણામાંથી 99.9 ટકાન ચૂકવણી થઈ ગઈ છે.
Site Admin | ઓગસ્ટ 7, 2024 8:28 પી એમ(PM)