ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 8, 2024 8:33 પી એમ(PM)

printer

સરકારે આજે કહ્યું, પરમાણુ ઊર્જામાં આત્મનિર્ભર બનવા માટે દેશ સતત પ્રયાસ કરી રહ્યો છે

સરકારે આજે કહ્યું, પરમાણુ ઊર્જામાં આત્મનિર્ભર બનવા માટે દેશ સતત પ્રયાસ કરી રહ્યો છે. રાજ્યસભામાં લેખિત જવાબમાં પ્રધાનમંત્રી કાર્યાલયના રાજ્યમંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે કહ્યું કે, ભારતે પરમાણુ અને ઈંધણ તકનીકીમાં વ્યાપક ક્ષમતા હાંસલ કરી છે. તેમણે ઉંમેર્યું કે, નિર્માણાધીન પરિયોજનાઓને યોગ્ય સમયે પૂર્ણ થવા અને મંજૂરી મળવા અંગે વર્તમાન સ્થાપિત પરમાણુ ઊર્જા ક્ષમતા 2031-32 સુધી 8 હજાર 180 મેગાવૉટથી વધી 22 હજાર 480 મેગાવૉટ થઈ જશે.
એક પ્રશ્નનો જવાબ આપતા ડૉ. સિંહે કહ્યું, આ ઉપરાંત 7 હજાર 300 મેગાવૉટની કુલ ક્ષમતા ધરાવતા વધુ નવ રિએક્ટર નિર્માણાધીન શરૂ થઈ રહ્યા છે. તેમ જ વધુ સાત હજાર મેગાવૉટની ક્ષમતા ધરાવતા 10 રિએક્ટરનું નિર્માણકાર્ય ચાલી રહ્યું છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ