રાજ્ય સરકારે સરકારી હોસ્પિટલના તબીબો અને મેડીકલ સ્ટાફના પ્રોત્સાહક ભત્થામાં ૧૦ થી ૧૫ ગણો વધારો કરવાનો નિર્ણય કર્યો છે.
પ્રવક્તામંત્રી ઋષિકેશ પટેલે આજે કેબિનેટ બેઠકમાં લેવાયેલ આ નિર્ણય અંગે માહિતી આપતા જણાવ્યુ હતું કે, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) અંતર્ગત સરકારી હોસ્પિટલોને મળતી આવકમાંથી હોસ્પિટલોના ડોક્ટર, પેરા-મેડીકલ સ્ટાફ અને અન્ય સપોર્ટ સ્ટાફને અપાતા પ્રોત્સાહક ભત્થામાં ૧૦ થી ૧૫ ગણો વધારો કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. જે મુજબ અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં કુલ આવકના ૨૫ ટકા,આણંદ, મહેસાણા, જામનગર, નવસારી જેવા મુખ્ય શહેરોના નજીક આવેલ જિલ્લાની હોસ્પિટલોમાં ૩૫ ટકા ,જ્યારે રાજ્યના આદિજાતિ વિસ્તારના જિલ્લાઓ, અંતરિયાળ વિસ્તારવાળા જિલ્લાઓની હોસ્પિટલોમાં ૪૦ ટકા આપશે
મંત્રી શ્રી પટેલે વધુમાં જણાવ્યુ હતું કે, અગાઉ PMJAYના કુલ લાભાર્થીઓમાં ફક્ત BPL યાદી વાળા લાભાર્થી પેટે થતી આવક જ આ ભત્થા માટે વિતરણને પાત્ર હતી. જેમાં ફેરફાર કરી ,હવે આ યોજનાની સંપૂર્ણ આવકને ધ્યાને લેવામાં આવશે.
Site Admin | જુલાઇ 16, 2024 7:52 પી એમ(PM) | સરકારી હોસ્પિટલ