રાજ્યમાં સરકારી શાળામાં પોતાના કર્તવ્યનું પાલન ન કરનારા અને ફરજચૂક કરનારા 134 શિક્ષક સામે શિક્ષણ વિભાગે ફરજમાંથી બરતરફ સુધીના પગલાં લીધાં છે. એમ શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડિંડોરે જણાવ્યું છે. મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે યોજાયેલી તિરંગા યાત્રામાં ઉપસ્થિત રહેલા શ્રી ડિંડોરે આ નિવેદન આપ્યું હતું.
શિક્ષણમંત્રીએ કહ્યું, બીજા અન્ય કેટલાક શિક્ષકો ઉપર પણ કાર્યવાહી કરવામાં આવશે. આ માટે હાલમાં તપાસ ચાલી રહી છે. તેમ જ ખોટી હાજરી ભરનારા શિક્ષકો સામે પણ કડક કાર્યવાહી કરવાના તેમણે આદેશ આપ્યા છે.
Site Admin | ઓગસ્ટ 14, 2024 7:53 પી એમ(PM)