ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 11, 2025 3:22 પી એમ(PM) | સરકારી કચેરી

printer

સરકારી કચેરી ખાતે આવતા કર્મચારી અને અધિકારીઓ માટે ફરજિયાત હેલ્મેટ તેમજ સીટ બેલ્ટ માટે રાજ્યના પોલિસ મહાનિદેશકના આદેશ બાદ આજે રાજ્યભરમાં કસૂરવારો સામે પગલાં લેવામાં આવ્યા

સરકારી કચેરી ખાતે આવતા કર્મચારી અને અધિકારીઓ માટે ફરજિયાત હેલ્મેટ તેમજ સીટ બેલ્ટ માટે રાજ્યના પોલિસ મહાનિદેશકના આદેશ બાદ આજે રાજ્યભરમાં કસૂરવારો સામે પગલાં લેવામાં આવ્યા હતા.
ગાંધીનગરનાં અમારા પ્રતિનિધી દુર્ગેશ મહેતા જણાવે છે કે, ગાંધીનગરમાં સરકારી કચેરીઓ બહાર ટ્રાફિક ઝૂંબેશ યોજીને હેલ્મેટ અને સીટ બેલ્ટ વગરના વાહનચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. નવા સચિવાલય, જુના સચિવાલય, ઉદ્યોગ ભવન, પોલિસ ભવન ખાતે ટ્રાફિક પોલીસે દંડ વસુલ્યો હતો.
મહિસાગર જિલ્લાના અમારા પ્રતિનિધિ કૌશિક જોષી જણાવે છે કે, લુણાવાડાની સરકારી કચેરીઓના કમ્પાઉન્ડમાં પોલીસ દ્વારા ઝૂંબેશ હાથ ધરીને ટ્રાફિક ના નિયમોનું પાલન ન કરનાર કર્મચારીઓ સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી.
તાપી જિલ્લાના અમારા પ્રતિનિધી નિરવ કંસારા જણાવે છે કે, વ્યારા સેવા સદન બહાર આવતા જતા કર્મચારીઓનું હેલમેટ, સીટ બેલ્ટ સહિતનું ચેકીંગ હાથ ધરીને ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનાર કર્મચારીઓ વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી કરાઈ હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ