મુખ્યમંત્રી ભૂપેંન્દ્ર પટેલ દ્વારા રાજ્ય સરકારની વીજ વિતરણ કંપનીઓના ગ્રાહક ફરિયાદ નિવારણ ફોરમ – CGRF માં ઓનલાઈન ફરિયાદ કરવા માટેની પ્રક્રિયાને વધુ સુવિધાયુક્ત બનાવવા માટે “સિંગલ ઓનલાઈન પોર્ટલ ઈ-CGRF” નો શુભારંભ કરવામાં આવ્યો. આ પોર્ટલ થકી ગ્રાહકને ઈ-ફાઈલિંગ, એપ્લીકેશન ટ્રેકિંગ, ઓનલાઈન ઓર્ડેર જેવી સુવિધા મળશે. આ ઓનલાઈન પોર્ટલ દ્વારા કોઈપણ સમયે, કોઈ પણ સ્થળેથી ફરિયાદ નોંધાવી શકાશે અને ઓટો જનરેટેડ ફરિયાદ નંબર અને પોતાની ફરિયાદના ટ્રેકિંગ થકી પારદર્શિતામાં વધારો થશે. વધુ માહિતી માટે ગ્રાહકો ઑનલાઇન પોર્ટલ cgrf.guvnl.com ની મુલાકાત લઈ શકે છે. “ઇઝ ઓફ લિવિંગ” યોજનાના ભાગરૂપે ગ્રાહકોને વધુ સારી સુવિધાઓ મળી રહે તે માટે, ગ્રાહક ફરિયાદ નિવારણ ફોરમમાં ઓનલાઈન ફરિયાદ કરવા માટે રાજ્ય સરકારની ચારેય વીજ વિતરણ કંપનીઓનું સિંગલ ઓનલાઈન પોર્ટલ બનાવવામાં આવ્યું છે.
Site Admin | નવેમ્બર 12, 2024 7:00 પી એમ(PM)