ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 10, 2024 10:17 એ એમ (AM) | રાજ્યપાલ

printer

સમાજની સામૂહિક પ્રગતિ અને એકતા માટે યુવાઓમાં નવાચાર, સ્થિરતા અને વૈશ્વિક નેતૃત્વની ભાવના ખીલવવી અનિવાર્ય

સમાજની સામૂહિક પ્રગતિ અને એકતા માટે યુવાઓમાં નવાચાર, સ્થિરતા અને વૈશ્વિક નેતૃત્વની ભાવના ખીલવવી અનિવાર્ય છે. આજથી 25 ડિસેમ્બર દરમિયાન સાબરમતી ગાંધી આશ્રમથી દાંડી સુધી યોજાનારી પદયાત્રામાં જોડાઈ રહેલા એન.સી.સી. એટલે કે, રાષ્ટ્રીય છાત્રસેના કેડેટ્સ સાથે રાજભવન ખાતે પ્રેરણાત્મક સંવાદ કરતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આ મુજબ જણાવ્યું હતું.
પદયાત્રામાં ભાગ લેતા કેડેટ્સને શુભકામનાઓ પાઠવતા તેમણે આ યાત્રા દરમિયાન શાળા કોલેજના વિદ્યાર્થીઓ યુવાનોને નશા મુક્તિના સંદેશો આપવા આહ્વાન કર્યું હતું
રાજ્યપાલશ્રીએ તમામ કેડેટ્સને વૃક્ષારોપણ અને પ્રાકૃતિક ખેતી અંગે જાગૃતિ ફેલાવવા અપીલ કરી હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ