કેન્દ્દીય માહિતી અને પ્રસારણ રાજ્ય મંત્રી ડોક્ટર એલ મુરુગને જણાવ્યું છે કે, સમાજની નિઃસ્વાર્થ સેવા કરતા ડોક્ટર્સનું રક્ષણ કરવું એ રાજ્ય સરકારોની જવાબદારી છે. આજે આકાશવાણી, ચેન્નાઇ ખાતે માધ્યમો સાથેની વાતચીતમાં કોલકતાની ઘટનાનો ઉલ્લેખ કરતા શ્રી મુરુગને જણાવ્યું કે, ડોક્ટર્સની સલામતીનો મુદ્દો હોય ત્યારે રાજ્ય સરકારો કેન્દ્ર સરકારે આપેલી માર્ગદર્શિકા પ્રમાણે જવાબદાર રીતે પગલાં લેવા બંધાયેલી છે.
શ્રી મુરુગને જણાવ્યું કે, 2047માં ભારત સુપરપાવર બની જશે અને સરકાર એ દિશામાંતેની પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રીત કરી રહી છે. શ્રી મુરુગને માહીતી પ્રસારણનાવિવિધ વિભાગોનાં કાર્યોની સમીક્ષા કરી હતી અને સરકારની કલ્યાણ યોજના અંગે માહિતીનોસક્રિયતાથી પ્રસાર કરવા સૂચના આપી હતી.
Site Admin | ઓગસ્ટ 19, 2024 7:55 પી એમ(PM)