સમગ્ર વિશ્વમાં વધતી જતી વસ્તીને જાગૃત કરવાના ઉદેશ્ય સાથે આજે 11 જુલાઈના વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવે છે. રાજ્યમાં અનેક સ્થળોએ વિવિધ જાગૃતિ કાર્યક્રમો દ્વારા આ દિવસની ઉજવણી કરવામાં આવી.
દાહોદમાં આરોગ્ય કર્મચારીઓ દ્વારા “વિકસિત ભારતની નવી પહેચાન – કુટુંબ નિયોજન દરેક દંપતીની શાન” આ થીમ અંતર્ગત વિવિધ જગ્યાએ જૂથ ચર્ચા,માઈક પ્રચાર તેમજ રેલી થકી ઉજવણી કરાઈ.
દરમિયાન, મહેસાણાના ખેરાલુ તાલુકાના ચોટીયા ગામ ખાતે રેલી દ્વારા વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવી.
અરવલ્લી જિલ્લામાં તમામ તાલુકાનાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, શહેરી આરોગ્ય કેન્દ્રો,સામુહિક આરોગ્ય કેન્દ્રો તેમજ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં બેનર,પોસ્ટર દ્વારા તેમજ રેલી,રોડ- શો યોજી જનજાગૃતિનાં પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા.
Site Admin | જુલાઇ 11, 2024 8:10 પી એમ(PM) | વિશ્વ વસ્તી દિવસ