ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

નવેમ્બર 2, 2024 9:28 એ એમ (AM)

printer

સમગ્ર વિશ્વમાં ગુજરાતી સમુદાય દ્વારા આજે નવા વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે

સમગ્ર વિશ્વમાં ગુજરાતી સમુદાય દ્વારા આજે નવા વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે. ગુજરાતમાં નવું વર્ષ વિક્રમ સંવતના કારતક મહિનાના પ્રથમ દિવસે ઉજવવામાં આવે છે. ગુજરાતી નવું વર્ષ બેસતું વર્ષ તરીકે પણ ઓળખાય છે અને સમગ્ર રાજ્યમાં તેની પરંપરાગત ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. આ અવસર પર મંદિરોમાં વિશેષ પૂજા કરવામાં આવી રહી છે.
અમદાવાદના અમારા સંવાદદાતા અપર્ણા ખૂંટ જણાવે છે કે ગુજરાતી નાગરિકો હિંદુ કેલેન્ડર વિક્રમ સંવતના કારતક મહિનાના પ્રથમ દિવસને નવા વર્ષ તરીકે ઉજવે છે. જે બેસતા વર્ષ તરીકે પણ જાણીતું છે. આજે વહેલી સવારથી રાજ્યના મુખ્ય મંદિરોમાં લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. લોકો નવા વર્ષે મંદિરે જઈ ભગવાનના આશીર્વાદ મેળવે છે. બેસતા વર્ષ એટલે કે વર્ષના પ્રથમ દિવસે મહેમાનોનું સ્વાગત કરવા માટે લોકો તેમના ઘરોમાં સુશોભન કરી પ્રવેશદ્વારે રંગોળી છે. વેપારીઓ અને ધંધાકીય ગૃહો તેમના વ્યવસાયના સ્થળોએ પૂજા અર્ચના કરશે અને પાંચ દિવસ તેમની દુકાનો બંધ કરશે. નૂતન વર્ષાભિનંદન – એટલે કે નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવવા લોકો સગાવહાલાંને ત્યાં જાય છે અને મીઠાઈ ખવરાવી મોં મીઠું કરાવે છે

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ