ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 2, 2024 7:30 પી એમ(PM) | નાળિયેર દિવસ

printer

સમગ્ર વિશ્વમાં આજે નાળિયેર દિવસની ઉજવણી

સમગ્ર વિશ્વમાં ૨ સપ્ટેમ્બરે નાળિયેર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. નાળિયેરના ઉત્પાદન અને નિકાસમાં ગુજરાત મહત્તમ ફાળો આપી રહ્યું છે. ગુજરાતમાં છેલ્લા એક દાયકામાં જ નાળિયેરીના વાવેતર વિસ્તારમાં ૪ હજાર ૯૦૦ હેક્ટરનો વધારો થયો છે. વર્ષ ૨૦૧૩-૧૪માં નાળિયેરનો વાવેતર વિસ્તાર ૨૧ હજાર ૬૩૩ હેક્ટર હતો, જે વર્ષ ૨૦૨૩-૨૪માં વધીને ૨૬ હજાર ૫૬૧ હેક્ટર સુધી પહોંચ્યો છે. અત્યારે ગુજરાતમાં લીલા નાળિયેરનું વાર્ષિક ઉત્પાદન ૨૩.૬૦ કરોડ યુનિટથી વધુ છે.

ગત વર્ષે રાજ્ય સરકારે “ગુજરાત નાળિયેરી વિકાસ કાર્યક્રમ” અમલમાં મૂક્યો હતો. ગુજરાત નાળિયેરી વિકાસ કાર્યક્રમ માટે ચાલુ વર્ષે રાજ્ય સરકારે ૪૩૮ લાખ રૂપિયા જેટલી રકમની જોગવાઈ કરી છે. આ કાર્યક્રમ અંતર્ગત ખેડૂતોને નાળિયેરીના વાવેતર વિસ્તાર માટે જે ખર્ચ થયો હોય તેના ૭૫ ટકા મહત્તમ ૩૭ હજાર ૫૦૦ રૂપિયા પ્રતિ હેકટરની મર્યાદામાં સહાય આપવામાં આવે છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ