સમગ્ર રાજ્યમાં ૨૦૨૫માં વિવિધ સીમા ચિન્હરૂપ જન્મોત્સવની ઉજવણી કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને સ્ટીયરીંગ કમિટીની પ્રથમ બેઠકમાં સંવિધાનનો અમૃતમહોત્સવ- અને કટોકટીના ૫૦ વર્ષ, સરદાર પટેલની ૧૫૦મી જન્મ જયંતી , ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મ જયંતી અને અટલ બિહારીવાજપેયીજીના ૧૦૦મા જન્મ જયંતી વર્ષની જનભાગીદારી દ્વારા ઉજવણી કરવાનો નિર્ણય કરાયો છે. આ ઉજવણી અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ, વ્યાખ્યાનમાળાઓ, ટ્રાઇબલ હેરિટેજને પ્રોત્સાહિત કરતા જનજાતિ ગૌરવ મેળાઓ વગેરેના સમયબદ્ધ આયોજનની વિગતવાર પ્રસ્તુતિ મુખ્યમંત્રી અને મંત્રીઓ સમક્ષ આ બેઠકમાં કરવામાં આવી હતી.
Site Admin | જાન્યુઆરી 1, 2025 6:28 પી એમ(PM) | જન્મોત્સવ