ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 27, 2024 10:05 એ એમ (AM)

printer

સમગ્ર રાજ્યમાં વરસી રહેલા ભારેથી અતિ ભારે વરસાદને કારણે રાજ્યના વિવિધ ડેમમાં પાણીની આવક થઈ રહી છે

સમગ્ર રાજ્યમાં વરસી રહેલા ભારેથી અતિ ભારે વરસાદને કારણે રાજ્યના વિવિધ ડેમમાં પાણીની આવક થઈ રહી છે.
અમારા નર્મદા જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે ચાલુ સીઝનમાં પહેલી વાર નર્મદા ડેમના તમામ 23 દરવાજા ખોલી દેવાયા છે.નર્મદા ડેમમાંથી ગઇકાલે ૩.૯૫ લાખ કયુસેક પાણી નર્મદા નદીમાં છોડાતા નદી બે કાંઠે વહેતી થતા કાંઠા વિસ્તારના 28 ગામોને સાવધ કરાયાછે. નદીના તળ વિદ્યુત મથક નાં ૦૬ મશીનો અને સરદાર સરોવર બંધનાં ૨૩ દરવાજાના સંચાલનને કારણે નર્મદા નદીમાં કુલ ૩લાખ ૯૫હજાર કયુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.નર્મદા જિલ્લાના નર્મદા ડેમ 135.27 મીટર, કરજણ ડેમ 110.48 મીટર, નાના કાકડીઆંબા ડેમ 187.80 મીટર અને ચોપડવાવ ડેમ 187.80મીટરની સપાટી જ્યારે નર્મદા નદીનું ગરૂડેશ્વર પાસેનું ગેજ લેવલ 22.28મીટર નોંધાઈ છે.
બીજી તરફ કરજણ નદીમાં 54 હજાર 642 ક્યુસેક્સ પાણી છોડાતા નદી બે કાંઠે વહેતી થઈ છે. કરજણ ડેમના 6 ગેટ ખોલાતા આસપાસના ગામોને સતર્ક કરાયા છે.
અમારા આણંદ જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે કડાણા અને પાનમ ડેમમાંથી અંદાજે ૨૬૦૦૦ કયુસેકથી વધુ પાણી છોડવામાં આવ્યું છે, જેને કારણે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અગમચેતીના ભાગરૂપે જિલ્લાના નદી કાંઠા વિસ્તારના બોરસદ તાલુકાના ૮, આણંદ ગ્રામ્યના ૪, ઉમરેઠ તાલુકાના ૨ અને આંકલાવ તાલુકાના ૧૨ સહિત ૨૬ ગામોના લોકોને સતર્ક કરવામાં આવ્યા છે. અમારા મોરબી જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે મચ્છુ 2 ડેમ 100 ટકા ભરાઈ જતાં ડેમના 12 દરવાજા ખોલવામાં આવ્યા છે. જેના પગલે નીચાં વાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે.
મહેસાણાના પ્રતિનિધી જણાવે છે કે, મહીસાગર નદીમાં પાણીની આવક થતાં કડાણા ડેમમાં 2.5 લાખ ક્યુસેક પાણીની આવક થઈ છે. કડાણા અને ભાદર ડેમમાંથી પાણી છોડવામાં આવતાં નીચાણવાળા વિસ્તારોના લોકોને એલર્ટ કરાયાં છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ