સમગ્ર રાજ્યમાં “પોષણ ઉડાન -2025” અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાકક્ષાએ પોષણ ઉત્સવ કાર્યક્રમમાં વિવિધ વાનગીઓના પ્રદર્શન સાથે સ્પર્ધા યોજાઇહતી. જ્યારે કચ્છના આડેસર સેજાના પોષણ ઉત્સવ કાર્યક્રમમાં૧૫૦ જેટલી વાનગીઓની સ્પર્ધામાં પ્રથમ ૩ વિજેતાને પ્રમાણપત્ર અપાયા હતા. સાબરકાંઠાજિલ્લાના પુંસરી ખાતે પોષણયુક્ત વાનગી સ્પર્ધા યોજાઇ ઉપરાંત સેવાભાવી સંસ્થા દ્વારા 12 કુપોષિતબાળકોને દત્તક લઈ તેમને પોષણયુક્ત ખોરાક પૂરો પાડવાની જવાબદારી લેવાઈ. ઉલ્લેખનીય છે કે રાજ્યકક્ષાના પોષણ ઉડાન૨૦૨૫ કાર્યક્રમનો મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરિયાએ નર્મદાજિલ્લાના એકતાનગરથી પ્રારંભ કરાવ્યો હતો.
Site Admin | જાન્યુઆરી 10, 2025 6:22 પી એમ(PM) | પોષણ ઉડાન -2025