સમગ્ર રાજ્યમાં ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે. બર્ફીલા પવનો ફુંકાતા વિવિધ જિલ્લામાં લઘુતમ તાપમાન એકથી ત્રણ ડિગ્રી ઘટ્યું હતું., જેનાં કારણે વહેલી સવારે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે.
ઉત્તર ભારતમાં બે દિવસથી હિમવર્ષા શરૂ થતાં તેની અસર રૂપે રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે. રાજ્યમાં આવતા પવનની દિશા બદલાતા ઉત્તર-પશ્ચિમથી ઉત્તરનાં પવનો શરૂ થયા છે. ગઈ કાલે 6.4 ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠુંડુ શહેર રહ્યું હતું. રાજકોટમાં 8.2, અમરેલીમાં 10.6, અમદાવાદમાં 13.5 ડિગ્રી, વડોદરામાં 14.2, સુરતમાં 16.2 ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાયું હતું.
હવામાન વિભાગે આગામી દિવસોમાં સૌરાષ્ટ-કચ્છ અને મધ્ય ગુજરાતમાં ઠંડી ચાલુ રહેવાની આગાહી વ્યક્ત કરી છે.
Site Admin | જાન્યુઆરી 7, 2025 9:44 એ એમ (AM) | ઠંડી