મહેસાણા જિલ્લામાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, ભાવનગરમાં કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયા, બનાસકાંઠા જિલ્લામાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી, અરવલ્લી જિલ્લામાં સાંસદ શોભના બારૈયા, રાજ્યકક્ષાના અન્ન અને નાગરિક પૂરવઠા મંત્રી ભીખુસિંહ પરમારની ઉપસ્થિતિમાં સ્વામિત્વ યોજના હેઠળ પ્રોપર્ટી કાર્ડ વિતરણ કરાયાં. પાટણમાં કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં પ્રૉપર્ટી કાર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો.
જ્યારે ભુજમાં ત્રણ તાલુકાના 12 ગામના એક હજાર 174 લાભાર્થીઓને પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરાયું. પોરબંદરમાં ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા અને સુરેન્દ્રનગરમાં પલાસા ગામમાં પણ પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરાયું.
Site Admin | જાન્યુઆરી 18, 2025 7:20 પી એમ(PM)