સમગ્ર રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત છે.તમામ જીલ્લાઓમાં તંત્ર દ્વારા સર્વેલન્સની કામગીરી ચાલી રહી છે. સાબરકાંઠાની હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ગઇકાલેવધુ એક બાળકનું મૃત્યુ થયું છે. હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં સાબરકાંઠા અને અરવલ્લીના ચાર-ચાર બાળકો તેમજ રાજસ્થાનના બે બાળકોના મૃત્યુ થયા હોવાના અહેવાલ છે. જો કે, દસ બાળકો પૈકી બે બાળકોના રિપોર્ટ ચાંદીપુર પોઝિટિવ આવ્યા હતા.તો પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના મોટાનાયતા ગામનું સાત વર્ષનું બાળક ચાંદીપૂરા વાયરસથી સંક્રમિત થતાં આજે તેનું સારવારબાદ મોત નીપજ્યું છે.તો ડાંગ જિલ્લામાં ચાંદીપૂરા વાયરસ અંગે તકેદારીના પગલાં લેવાઇ રહ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા ગામડાઓના કાચા મકાનનો સર્વે કરવામાં આવ્યો છે તથા નાના બાળકોને લઈને પણ સર્વે કરી રિપોર્ટ કરવામાં આવ્યો છે. જો કે, ડાંગ જિલ્લામાં અત્યાર સુધીમાં એક પણ ચાંદીપુરા વાયરસનો કેસ નોંધાયો નથી.
Site Admin | ઓગસ્ટ 2, 2024 3:23 પી એમ(PM) | ચાંદીપુરા