સમગ્ર રાજ્યમાં ગઈકાલે યોજાયેલી આ વર્ષની છેલ્લી લોક-અદાલતમાં 3 લાખ 30 હજાર 655 પ્રિ-લિટિગેશન કેસના સમાધાન થયા હતા. અમદાવાદના અમારા પ્રતિનિધિ જણાવે છે કે, લોક-અદાલતમાં ઈ-ચલણના 2 લાખ 85 હજાર 837 કેસ પૂરા થતાં 17 કરોડ 15 લાખ રૂપિયા વસૂલવામાં આવ્યા છે. રાજ્યભરની અદાલતોમાં પડતર દામ્પત્ય જીવનને લગતા 3 હજાર 304, 10 વર્ષ જૂના 1 હજાર 296 કેસનો નિકાલ કરાયો છે.
લોક-અદાલતમાં વિવિધ તકરારના અંદાજે 3 લાખ 30 હજાર 207 જેટલા કેસ સમાધાન માટે મુકાયા, જે પૈકી 2 લાખ 46 હજાર 184 કેસનો નિકાલ કરાયો અને અંદાજે એક હજાર 270 કરોડ રૂપિયાના એવોર્ડ દોરવામાં આવ્યા હતા.
રાજ્યમાં સૌથી વધુ કેસનો નિકાલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ અદાલત અમદાવાદ સિટીમાં નિકાલ કરાયો છે. આંકડા જોતાં આગામી સમયમાં કાયમી ધોરણે આ મધ્યસ્થીની વ્યવસ્થા ચાલુ રાખી પ્રતિમાસ વિશેષ લોક-અદાલતનું આયોજન કરવાનું મુખ્ય ન્યાયાધીશે નિર્ણિત કર્યું છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2024માં યોજાયેલી ચાર લોક-અદાલતમાં કુલ 21 લાખ 61 હજાર 48 કેસનો નિકાલ કરાયો છે.
Site Admin | ડિસેમ્બર 15, 2024 8:14 એ એમ (AM) | લોક અદાલત