સમગ્ર રાજ્યમાં ઉત્તરાયણનું પર્વ હર્ષોલ્લાસ સાથે મનાવાયું હતું ત્યારે રાજકિય નેતાઓએ પણ કાર્યકર્તાઓ અને પરિવારજનો સાથે તેની ઉજવણી કરી હતી.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મેમનગરમાં પરિવાર સાથે પતંગોત્સવ મનાવ્યો હતો જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રીએ સાબરમતીમાં પણ ધારાસભ્ય સાથે પતંગની મજા માણી હતી
ગૃહરાજય મંત્રી હર્ષ સંઘવીએ સુરતમાં પતંગ ઉડાવીને ઉત્તરાયણની ઉજવણી કરી હતી.મોટી સખ્યામા કાર્યકરો અને પરિવારજનો સાથે તેમણે આ ઉજવણી કરી હતી.
અરવલ્લીમાં મોડાસા ખાતે રાજયકક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારે પતંગ ચગાવ્યો હતો. મોડાસા શહેર ભાજપના હોદ્દેદારો સાથે મંત્રીએ ઉત્તરાયણના પર્વની ઉજવણી કરી હતી. ભીખુસિંહ પરમારે પતંગ ચગાવતા બાળપણના સ્મરણો યાદ કર્યા હતા.
બીજી તરફ પૂર્વ મંત્રી અને ઇકોના ચેરમેન દિલીપ સંઘાણીએ પુરા પરિવાર સાથે અમરેલી પોતાના નિવાસસ્થાને પતંગ ઉડાડીને પતંગોત્સવનો આનંદ માણ્યો હતો.જ્યારે ધારાસભ્યો જેવી કાકડિયા મહેશ કસવાલા જનક તળાવીયા તેમજ કૌશિક વેકરીયા એ પોતાના પરિવાર સાથે અમરેલી માં પતંગ ઉડાડી હતી.
આ ઉપરાંત પોરબંદરના ધારાસભ્ય અર્જૂન મોઢવાડિયાએ પણ પોરબંદરમાં ઉત્તરાયણની પરિવાર અને અગ્રણીઓ સાથે મઝા માણી હતી.
Site Admin | જાન્યુઆરી 15, 2025 8:20 એ એમ (AM) | મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ