ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સમગ્ર રાજ્યમાં આજે સવારથી વરસાદનું જોર વધ્યું

સમગ્ર રાજ્યમાં આજે સવારથી વરસાદનું જોર વધ્યું છે.. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ડાંગ અને તાપી સહીતના જીલ્લાઓમાં ભારે વરસાદ વરસ્યો છે.. આજે સવારે છ વાગ્યાથી બપોરના બાર વાગ્યા સુધીમાં 91 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ ડાંગ જીલ્લામાં સાડા છ ઇંચ વરસાદ ખાબક્યો છે.. આ ઉપરાંત તાપીના સોનગઢમાં છ, નવસારીના વાંસદામાં સાડા પાંચ ઇંચ વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઇ ગઇ છે..
અમરેલીના જાફરાબાદ બંદરે દરીયા કિનારે પવન સાથે કરંટ જોવા મળ્યો હતો, જેમાં જાફરાબાદ બંદર પર એક નંબરનું સિગ્નલ લગાવીને માછીમારોને એલર્ટ કરાયા હતા.
દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ થયો છે. ડોલવણમાં બારેમેઘ ખાંગા થયાની સ્થિતિ છે. અંબિકા નદીમાં ઘોડાપૂર આવતા પદમડુંગરી કોઝ વે ડૂબ્યો છે જેથી પદમડુંગરી ઇકો ટુરિઝમ ફરી બંધ કરાયું છે..વધુ વરસાદને કારણે પાણી ફરી વળતા અંતાપૂર ગામના કિનારે રહેતા ૧૫ જેટલા લોકોને રેસ્ક્યું કરાયા હતા..જ્યારે અંબિકા નદીમાં જળસ્તરમાં વધારો થતા ભયજનક સપાટી બપોર બાદ વટાવે તેવી શક્યતા છે. જેથી તંત્ર દ્વારા નદીકિનારાના વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસી જવા અપીલ કરાઇ છે.
હવામાન વિભાગે આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં આજે દિવસ દરમિયાન સુરત, નર્મદા અને છોટાઉદેપુરમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાંક જીલ્લાઓમાં ઓરેન્જ તેમજ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સહિતના જીલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરાયું છે.
જ્યારે અમદાવાદ સહિત સૌરાષ્ટ્રમાં છુટાછવાયા વરસાદની શક્યતા દર્શાવાઇ છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ