સમગ્ર દેશ સહિત રાજ્યભરમાં આવતીકાલે શ્રીકૃષ્ણ ભગવાનની જન્માષ્ટમી પર્વની ઉજવણી કરાશે. આવતીકાલે રાત્રે બાર વાગ્યે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી રાજ્યના કૃષ્ણમંદિરોમાં કરવામાં આવશે. જેને લઇને, જગતમંદિર દ્વારકા, ડાકોર, શામળાજી સહિતના કૃષ્ણમંદિરોમાં તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. ભગવાનના વધામણા કરવા ભક્તો સૌ આતુર છે..
ત્યારે જગતમંદિર દ્વારકામાં જન્માષ્ટમીના તહેવારને લઇને તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. આ અંગે વધુ વિગતો આપે છે અમારા પ્રતિનિધી કરણ જોષી…
કૃષ્ણમંદિર ડાકોરમાં પણ કૃષ્ણ જન્મોત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. વધુ વિગતો આપે છે અમારા પ્રતિનિધી જનક જાગીરદાર…
યાત્રાધામ શામળાજી ખાતે જન્માષ્ટમીની ઉજવણી હર્ષોલ્લાસ સાથે કરવામાં આવશે. તૈયારીઓના ભાગરૂપે શામળાજી મંદિરને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યું છે… સાથે જ મંદિરમાં લેઝર શો પણ શરૂ કરાશે. લાખોની સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવતા હોવાથી પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે…
આ ઉપરાંત, સોમનાથ પાસે આવેલ શ્રી ભાલકા મંદિર, શ્રી લક્ષ્મીનારાયણ મંદિર તથા ગીતા મંદિર ખાતે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વહેલી સવારે છ વાગ્યે મંદિર ખોલવામાં આવશે અને કૃષ્ણ જન્મોત્સવ મહાપુજાન રાત્રીના 11 વાગ્યે કરવામાં આવશે.
Site Admin | ઓગસ્ટ 25, 2024 7:41 પી એમ(PM)