સમગ્ર દેશ અને દુનિયામાં આજે દેવદિવાળી અને ગુરુ નાનક જયંતીની આસ્થાપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. આજે કારતક મહિનાની પૂનમના પાવન દિવસે તમામ દેવતાઓ દિવાળી ઉજવતા હોવાની માન્યતા છે.
ભગવાન શિવની નગરી કાશીનાં વિવિઘ ઘાટ દિવાઓથી ઝગમગી ઉઠ્યા છે. હરિદ્વાર અને પ્રયાગરાજમાં પણ દેવ દિવાળી પ્રસંગે શ્રધ્ધાળુઓનો મહાસાગર ઉમટ્યો હતો. આજે શીખ સંપ્રદાયનાં પ્રથમ ગુરુ- ગુરુ નાનક દેવજીની 555મી જન્મજયંતિએ ગુરૂદ્વારાઓમાં વિશેષ કિર્તન અને પૂજા અર્ચન કરવામાં આવ્યા હતા. તમામ ધર્મનાં લોકોએ પંજાબનાં અમૃતસરમાં શ્રી હરમિન્દર સાહિબ અને અન્ય ગુરુદ્વારામાં પ્રાર્થના કરી હતી.
Site Admin | નવેમ્બર 15, 2024 7:51 પી એમ(PM) | ગુરુ નાનક જયંતી