ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 26, 2025 1:27 પી એમ(PM) | Draupadi Murmu | flag hosting | kartavya path | New Delhi | Republic Day

printer

સમગ્ર દેશમાં 76માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી, રાષ્ટ્રપતિએ કર્તવ્ય પથ પર ત્રિરંગો ફરકાવ્યો

સમગ્ર દેશમાં આજે 76માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી થઈ રહી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ પણ નવી દિલ્હીના કર્તવ્ય પથ પર ત્રિરંગો ફરકાવ્યો હતો. આ વખતે પ્રજાસત્તાક દિવસની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણીમાં ઇન્ડોનૅશિયાના રાષ્ટ્રપ્રમુખ પ્રબોવો સુબિયાન્તો વિશેષ મહેમાન બન્યા છે.
પરંપરા મુજબ, બંને રાષ્ટ્રપતિઓને ભારતીય સેનાની સૌથી વરિષ્ઠ રેજિમૅન્ટ, ‘રાષ્ટ્રપતિના અંગરક્ષક’ દ્વારા કર્તવ્ય પથ પર લઈ જવાયા. બંને મહાનુભાવો પરંપરાગત ઘોડાગાડીમાં સવાર થઈ સમારોહ ખાતે પહોંચ્યાં હતાં. આગમન બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમનું સ્વાગત કર્યું.
સાંસ્કૃતિક મંત્રાલયના 300 કલાકારો સાથે વાદ્ય યંત્ર વગાડતા પરેડનો પ્રારંભ થયો. કલાકારોએ શહેનાઈ, નાદસ્વરમ્, મશક બીન, બાંસુરી, શંખ અને ઢોલ જેવા પરંપરાગત સંગીદ વાદ્યોની મદદથી ‘સારે જહાં સે અચ્છા’ની પ્રસ્તુતિ કરી હતી. સમારોહમાં 152 સભ્યોવાળી ઇન્ડોનૅશિયાની રાષ્ટ્રીય સશસ્ત્ર દળોની માર્ચિંગ ટુકડીઓ અને 190 સભ્યોવાળી ઇન્ડોનૅશિયાની સૈન્ય અકાદમીના સૈન્ય બૅન્ડ પણ પરેડમાં જોડાયું હતું.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ