સમગ્ર દેશમાં ચાલુ મહિનો સાતમો રાષ્ટ્રીય પોષણ માસ તરીકે ઉજવાઇ રહ્યો છે. રાજ્યભરમાં મહિલા અને બાળકલ્યાણ વિભાગ દ્વારા પોષણ માસની ઉજવણી અંતર્ગત એનિમિયા, ગ્રોથ મોનિટરીંગ, પૂરક આહાર, પોષણ ભી- પઢાઈ ભી, સુશાસન માટે ટેકનોલોજી અને પર્યાવરણ સંરક્ષણ જેવી વિવિધ પોષણલક્ષી વિષયવસ્તુ આધારિત કાર્યક્રમો યોજાઈ રહ્યાં છે..જેમાં એનિમિયા જાગૃતિ સંદર્ભે અત્યાર સુધી ૮ કરોડથી વધુ પ્રવૃત્તિઓ યોજાઈ છે અને આંગણવાડી કેન્દ્રોમાં ૬ વર્ષ સુધીના ૮ કરોડ ૫૭ લાખ જેટલા બાળકોની આરોગ્ય ચકાસણી કરાઈ છે.
Site Admin | સપ્ટેમ્બર 6, 2024 3:15 પી એમ(PM) | પોષણ માસ