સમગ્ર દેશમાં પ્રથમ વખત ગુજરાતના બાળકો સોશિયલ મીડિયા-સ્માર્ટ ફોનની નકારાત્મક અસરોથી દૂર રહે તે માટે રાજ્ય સરકાર શિક્ષકો-વાલીઓ અને બાળકો માટે ગાઈડલાઈન રજૂ કરશે. રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરીયાએ ગાંધીનગર ખાતે ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના અધિક મુખ્ય સચિવ સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથેની એક બેઠકમા આ મુજબ જણાવ્યું. સ્માર્ટફોનના વધુ પડતાં વપરાશને લીધે બાળકોમાં વાંચન શક્તિ અને રમત ગમતનો વ્યાપ પણ ઘટી રહ્યો છે, જેની ચિંતા કરતાં મંત્રી શ્રીએ જણાવ્યું કે, બાળકો – વાલીઓ અને શિક્ષકો અને સિવિલના મનોચિકિત્સકની સાથે પરામર્શ કરીને એક પરિપત્ર બહાર પાડવામાં આવશે.
Site Admin | જાન્યુઆરી 9, 2025 7:49 પી એમ(PM) | શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરીયા