રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ જણાવ્યું છે કે, સમગ્ર દેશમાં પહેલી એપ્રિલથી શરૂ થનાર રાષ્ટ્રીય પ્રાકૃતિક ખેતી મિશનથી દેશમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધશે.
દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે યોજાયેલા પ્રાકૃતિક ખેતી પરિસંવાદને સંબોધતા રાજ્યપાલે કહ્યું કે, આગામી સમયમાં પ્રાકૃતિક કૃષિ અભિયાનને વેગવાન બનાવવા વિશેષ પ્રયાસો હાથ ધરાશે.
આ કાર્યક્રમમાં શ્રી દેવવ્રતે પ્રાકૃતિક ખેતી કરતા વિવિધ રાજયોના ૯ ખેડૂતોને સન્માનિત કર્યા હતા
Site Admin | માર્ચ 26, 2025 6:11 પી એમ(PM) | રાજ્યપાલ
સમગ્ર દેશમાં પહેલી એપ્રિલથી શરૂ થનાર રાષ્ટ્રીય પ્રાકૃતિક ખેતી મિશનથી દેશમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધશે : રાજ્યપાલ આચાર્ય દેવવ્રત
