ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 16, 2024 7:54 પી એમ(PM) | ડિજિટલ પાક સર્વે

printer

સમગ્ર ગુજરાતમાં આજથી ડિજિટલ પાક સર્વેની કામગીરીનો પ્રારંભ

સમગ્ર ગુજરાતમાં આજથી ડિજિટલ પાક સર્વેની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જે આગામી ૪૫ દિવસ સુધી ચાલશે. ગુજરાતના ૩૩ જિલ્લાની તમામ ખેતીલાયક જમીનના આશરે એક કરોડથી વધુ સર્વે પ્લોટને ડિજિટલ સર્વેમાં આવરી લેવામાં આવશે.
રાજ્યમાં અગાઉ મહેસૂલ વિભાગ દ્વારા પાણીપત્રક નમૂના નં. ૧૨ની નોંધણી કરવામાં આવતી હતી, જે પૂરે-પૂરી થતી નહોતી. ડિજિટલાઈઝ ક્રોપ સર્વે થતાં હવે ૧૦૦ ટકા પાણીપત્રક નમૂના નં. ૧૨માં નોંધણી થશે. પરિણામે નમૂના નં. ૧૨માં પાકની નોંધણી બાબતે ખેડૂતોને વધુ સુગમતા રહેશે. ગુજરાતના ૩૩ જિલ્લાઓના કુલ ૧૮ હજાર ૪૬૪ ગામના અંદાજિત એક કરોડ જેટલા સર્વે નંબરમાં પાક વાવેતરનો ડિજિટલ ક્રોપ સર્વે કરવામાં આવશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ