સમગ્ર ઉત્તર ભારત સહિત દેશના ઘણા ભાગોમાં ઠંડીનો પ્રકોપ યથાવત છે. પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનના મોટાભાગના વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ છવાયું છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળના ઉપ-હિમાલયી પ્રદેશ, સિક્કિમ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં 21 જાન્યુઆરી સુધી હવામાનમાં કોઈ ફેરફાર થશે નહીં.
હવામાન વિભાગે તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, કેરળ અને માહેમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે. આજે કેરળ અને માહેમાં વરસાદ અને ભારે પવન ફૂંકાઈ શકે છે. કોમોરિન અને તેની નજીકના મન્નારના અખાતમાં 45 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે તેવી શક્યતા છે. માછીમારોને આ વિસ્તારોમાં ન જવાની સલાહ આપવામાં આવી છે.
Site Admin | જાન્યુઆરી 19, 2025 8:43 એ એમ (AM) | ઉત્તર ભારત