મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગ્રામીણ વિસ્તારોના સ્વ-સહાય જૂથ સખીમંડળની નારીશક્તિને
તેમના મંડળોના ઉત્પાદનો, ચીજ વસ્તુઓની ઉચ્ચ ગુણવત્તા જાળવી રાખી વધુને વધુ લોકોનો
વિશ્વાસ સંપાદિત કરવા મહિલાઓને આહવાન કર્યું હતું.
લોકોને સારી ગુણવત્તાવાળી પ્રોડક્ટ્સ મળે તો સખીમંડળની શાખ, પ્રતિષ્ઠા વધશે અને તેમના
ઉત્પાદનોનું વેચાણ માઉથ ટુ માઉથ પબ્લિસિટીથી આપોઆપ ઊંચું જશે તેવો તેમણે મહિલાઓ
વિશ્વાસ અપાવ્યો હતો..
મુખ્યમંત્રીએ ગાંધીનગરના મહાત્મા મંદિરમાં ‘સખી સંવાદ’ કાર્યક્રમ અંતર્ગત રાજ્યભરની સ્વ-
સહાય જૂથની બહેનો સાથે વાર્તાલાપ કર્યો હતો..ગ્રામ વિકાસ વિભાગ અને ગુજરાત લાઈવલીહૂડ
પ્રમોશન કંપની દ્વારા આયોજિત આ સખી સંવાદમાં ૨૮ હજાર સ્વ-સહાય જૂથોની પોણા ત્રણ
લાખથી વધુ ગ્રામીણ બહેનોને કુલ મળીને રૂ. ૩૫૦ કરોડના સહાય લાભનું મુખ્યમંત્રીએ વિતરણ કર્યું
હતું.
Site Admin | જુલાઇ 31, 2024 7:49 પી એમ(PM) | Bhupendra Patel | Nari Shakti | Sakhi Mandal