કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે નિર્દેશ આપ્યો છે કે સંસ્થાના વડાઓની ડોક્ટરો સામે હિંસાના કિસ્સામાં વધુમાં વધુ છ કલાકની અંદર સંસ્થાકીય FIR દાખલ કરવાની જવાબદારી રહેશે. આરોગ્ય સેવાઓના મહાનિર્દેશક અતુલ ગોયલે આ અંગે કેન્દ્ર સરકારની હોસ્પિટલો અને મેડિકલ કોલેજોના વડાને પત્ર લખ્યો છે.કોલકાતામાં એક ડૉક્ટર પર કથિત બળાત્કાર અને હત્યાની તાજેતરની ઘટના અને આ મુદ્દે રેસિડેન્ટ ડૉક્ટર્સ દ્વારા કરવામાં આવેલા વિરોધને પગલે આ દિશાનિર્દેશ છે.
Site Admin | ઓગસ્ટ 16, 2024 7:17 પી એમ(PM) | કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય