ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 22, 2024 2:31 પી એમ(PM)

printer

સંસ્કૃતિ એ વિતેલા સમયની સ્મૃતિ જ નહીં પણ આર્થિક વૃદ્ધિની વાહક છે : સંસ્કૃતિ મંત્રાલયના સચિવ અરુણીશ ચાવલા

સંસ્કૃતિ મંત્રાલયના સચિવ અરુણીશ ચાવલાએ કહ્યું કે, સંસ્કૃતિ એ વિતેલા સમયની સ્મૃતિ જ નહીં પણ આર્થિક વૃદ્ધિની વાહક છે. શ્રી ચાવલાએ ગઈકાલે ઈટાલીના નેપલ્સ ખાતે સંસ્કૃતિ ક્ષેત્રે યોજાયેલી G-7 મંત્રીઓની બેઠકના વિશેષ સત્રમાં સંબોધન કરતાં આ મુજબ જણાવ્યું હતું.
આ બેઠકમાં આફ્રિકન સંઘ, બ્રાઝિલ, કેનેડા, યુરોપિયન સંઘ, ફ્રાન્સ, જર્મની, બ્રિટન અને અમેરિકા સહિતના દેશોએ ભાગ લીધો હતો. સાંસ્કૃતિક મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ બેઠકમાં ‘આફ્રિકા અને વિશ્વના ટકાઉ વિકાસ માટે સંસ્કૃતિ’ વિષય પર સમજૂતી કરાર કરાયા હતા.
શ્રી ચાવલાએ ભારતના અધ્યક્ષ પદે યોજાયેલી G-20 દેશોની શિખર પરિષદમાં આફ્રિકા સંઘનો G-20 સમૂહના કાયમી સભ્ય તરીકે સમાવેશને એક સીમાચિહ્નરૂપ પગલું ગણાવ્યું હતું.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ