સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ કહ્યું છે કે, કોલકાતામાં ડૉક્ટરની બળાત્કાર અને હત્યાને લઈને માત્ર આરોગ્ય વિભાગ જ નહીં પરંતુ સમગ્ર દેશ ચિંતિત છે. આજે ભુવનેશ્વરમાં મીડિયા સાથે વાત કરતા, તેમણે કહ્યું કે, આ ઘટના બાદ સલામતી અને સુરક્ષા અંગે સતત ચિંતા છે અને તે એકલા તબીબી કર્મચારીઓને અસર કરતી બાબત નથી. શ્રી રિજિજુએ એમ પણ કહ્યું કે પશ્ચિમ બંગાળની ઘટના પર રોષ છે અને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આ બાબતે યોગ્ય પગલાં લીધાં છે.
Site Admin | ઓગસ્ટ 17, 2024 8:18 પી એમ(PM)