ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સંસદીય બાબતોના કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજૂએ સંસદીય કામોના સુચારુ સંચાલન માટે સંસદસભ્યોને ચર્ચામાં ભાગ લેવા અનુરોધ કર્યો છે

સંસદીય બાબતોના કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજૂએ સંસદીય કામોના સુચારુ સંચાલન માટે સંસદસભ્યોને ચર્ચામાં ભાગ લેવા અનુરોધ કર્યો છે.સંસદીય કામોમાં પ્રવર્તમાન વિક્ષેપ પર શ્રી રિજિજૂએ કહ્યું કે,સમાજવાદી પાર્ટી, તૃણમૂલ કોંગ્રેસ અને કોંગ્રેસ સહિતના ઘણા સાંસદોએ સંસદીય કાર્યવાહીમાં અર્થપૂર્ણ ચર્ચા માટે હકારાત્મક વલણ અપનાવ્યું છે.રિજિજૂએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ટીકા પણ કરી હતી. તેમણે જણાવ્યું કે,સરકાર મહત્વપૂર્ણ કાયદાઓને લાગૂ કરવા પ્રતિબદ્ધ છે અને એ બાબતમાં વિરોધ પક્ષ સહિત સંસદના પ્રત્યેક સભ્ય ચર્ચામાં ભાગ લઈ જરૂરી સૂચનો આપે તેને સરકાર પ્રાથમિકતા આપી રહી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ