કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે સંસદમાં વર્ષ 2023-24 માટેનો આર્થિક સર્વેક્ષણ રજૂ કરશે. આ દસ્તાવેજ નાણા મંત્રાલયના આર્થિક વિભાગના મુખ્ય આર્થિક સલાહકાર ડૉ. વી. અનંત નાગેશ્વરનની દેખરેખ હેઠળ તૈયાર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં નાણામંત્રાલયે લખ્યું છે કે લોકસભામાં આર્થિક સર્વેક્ષણ રજૂ થયા બાદ મુખ્ય આર્થિક સલાહકાર આજે બપોરે પત્રકારોને સંબોધન કરશે. આર્થિક સર્વેક્ષણ એ દેશની અર્થવ્યવસ્થાનું રિપોર્ટ કાર્ડ હોવાની સાથે ભવિષ્યના વિકાસનો અંદાજ આપે છે.
ઉપરાંત અર્થતંત્રની સ્થિતિ, શક્યતાઓ તેમજ નીતિ પડકારોનો વિગતવાર હિસાબ રજૂ કરતો દસ્તાવેજ છે. જે અર્થતંત્રના વિવિધ ક્ષેત્રો તેમજ રોજગાર, વિકાસદર, ફુગાવો અને નાણાકીય ખાધ પર આંકડાકીય માહિતી અને વિશ્લેષણ પ્રદાન કરે છે.
ભારતે સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા તરીકેનું સ્થાન જાળવી રાખ્યું છે. આ સર્વેક્ષણમાં એવા સમયે રજૂ થઈ રહ્યો છે જ્યારે IMFએ વર્ષ 2024-25 માટે ભારતના આર્થિક વિકસદર માટેનું અનુમાન 6.8 ટકાથી વધારીને 7 ટકા કર્યું છે. ગત જૂન માસમાં રિઝર્વ બેંકે વિકસદરનું અનુમાન 7 ટકાથી વધારીને 7.2 ટકા કર્યું હતું.
Site Admin | જુલાઇ 22, 2024 11:23 એ એમ (AM) | aakshvani | aakshvaninews | budget | India