ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 10, 2025 1:23 પી એમ(PM) | બજેટ

printer

સંસદના બજેટ સત્રના બીજા તબક્કાનાં પ્રથમ દિવસની કાર્યવાહીનો પ્રારંભ

આજે સંસદના બજેટ સત્રના બીજા તબક્કાનો પ્રારંભ થયો હતો. વિરોધ પક્ષોનાં સભ્યો દ્વારા શોરબકોરને પગલે લોકસભાની કાર્યવાહી બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત રહ્યા બાદ તે પુનઃ શરૂ થઈ હતી, જ્યારે રાજ્યસભામાં પ્રશ્નકાળ ચાલી રહ્યો છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે મણિપુરનું બજેટ રજૂ કરશે. ગયા મહિને મુખ્યમંત્રી એન. બિરેન સિંહના રાજીનામા બાદથી આ મણિપુર રાષ્ટ્રપતિ શાસન હેઠળ છે. ચાર એપ્રિલ સુધી ચાલનારા આ તબક્કામાં 20 બેઠકો હશે. અમારા સંવાદદાતાના અહેવાલ મુજબ, સત્ર દરમિયાન, વર્ષ 2025-26 માટે ગ્રાન્ટની માંગણીઓ અને સંબંધિત વિનિયોગ બિલ, બેંકિંગ કાયદા (સુધારા) બિલ, કોસ્ટલ શિપિંગ બિલ 2024, ઇમિગ્રેશન અને ફોરેનર્સ બિલ 2025 અને રેલ્વે (સુધારા) બિલ સહિતનાં ખરડાઓ ચર્ચા હાથ ધરીને પસાર કરવામાં આવશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ