સંસદના બંને ગૃહો આજે અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવામાં આવ્યા છે.. સંસદનું બજેટ સત્ર 22 જુલાઈથી શરૂ થયું હતું અને સોમવારે સમાપ્ત થવાનું હતું. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું કે 115 કલાક સુધી ચાલેલા આ સત્રમાં 15 બેઠકો યોજાઈ હતી. તેમણે કહ્યુંકે બજેટ પર 27 કલાકથી વધુ સમય સુધી ચર્ચા થઈ. તેમણે કહ્યું કે સત્ર દરમિયાન 12 વિધેયક રજૂ કરવામાં આવ્યા હતાઅને તેમાંથી ચાર લોકસભા દ્વારા પસાર કરવામાં આવ્યા હતા. રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખરે કહ્યું કે બજેટ પર લગભગ 22 કલાક સુધી ગૃહમાં ચર્ચા થઈ. તેમણે કહ્યું કે સત્ર દરમિયાન 90 કલાક સુધી ગૃહનું કામકાજચાલ્યું. તેમણે કહ્યું કે આગામી સત્ર ગૃહના દરેક સભ્ય અને સમગ્ર દેશ માટે ફાયદાકારક રહેશે.
Site Admin | ઓગસ્ટ 9, 2024 8:03 પી એમ(PM) | સંસદ