સંસદના બંને ગૃહોમાં બંધારણ પર ચર્ચા માટે બે-બે દિવસનો સમય ફાળવવામાં આવ્યો છે. લોકસભામાં 13 અને 14 ડિસેમ્બરે જ્યારે રાજ્યસભામાં 16-17 ડિસેમ્બરે બંધારણ અંગે ચર્ચા કરવામાં આવશે.. આ દિવસો દરમિયાન કેટલાક મહત્વપૂર્ણ કાયદાકીય કામકાજ પર ચર્ચા થવાની છે.જેને લઇને ભાજપ અને કોંગ્રેસે તેમના તમામ સાંસદોને વ્હિપ જારી કરીને સંસદમાં હાજર રહેવા જણાવ્યું છે..
સંસદનું શિયાળુ સત્ર 25 નવેમ્બરે શરૂ થયું હતું, જે 20 ડિસેમ્બર સુધી ચાલશે.
Site Admin | ડિસેમ્બર 12, 2024 7:24 પી એમ(PM) | સંસદ
સંસદના બંને ગૃહોમાં બંધારણ પર ચર્ચા માટે બે-બે દિવસનો સમય ફાળવવામાં આવ્યો છે
