સંસદના બંને ગૃહોમાં આજે પણ અવરોધ ચાલુ રહયો હતો., જેના કારણે લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી દિવસભર માટે સ્થગિત કરવામાં આવી હતી. આ સપ્તાહનો બીજો દિવસ છે જ્યારે સત્તાધારી પક્ષ અને વિપક્ષ વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપ ચાલુ રહ્યા હતા. સંસદના બંને ગૃહોમાં શાસક પક્ષે કોંગ્રેસના નેતાઓ પર અમેરિકા સ્થિત મુખ્ય ફાઉન્ડેશન સાથે કથિત સંબંધો હોવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે આનાથી દેશની બદનામી થઈ છે. બીજી તરફ, વિરોધ પક્ષના સભ્યોએ એક મોટા ભારતીય વેપારી જૂથ સામે કથિત લાંચના આરોપોનો મુદ્દો ઉઠાવ્યો હતો.
Site Admin | ડિસેમ્બર 10, 2024 8:15 પી એમ(PM) | સંસદ