ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 5, 2025 9:42 એ એમ (AM)

printer

સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠકમાં રાષ્ટ્રપતિના સંબોધન પર આભાર પ્રસ્તાવ લોકસભાએ સ્વીકાર્યો

સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠકમાં રાષ્ટ્રપતિના સંબોધન પર આભાર પ્રસ્તાવ લોકસભાએ સ્વીકાર્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જવાબ પછી ગઈકાલે ધ્વનિમત દ્વારા આ પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો. આભાર પ્રસ્તાવ પર ગૃહમાં ચર્ચાનો જવાબ આપતા, પ્રધાનમંત્રી બંધારણમાં સમાવિષ્ટ મૂલ્યોને મજબૂત કરવા માટે સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. રાષ્ટ્રપતિના સંબોધનનો ઉલ્લેખ કરીને તેમણે બંધારણના 75 વર્ષ પૂર્ણ થવા પરની વિસ્તૃત ચર્ચા કરવા અગે પ્રકાશ પાડ્યો હતો,
શ્રી મોદીએ કહ્યું કે, તેમના કાર્યકાળ દરમિયાન મૂડી ખર્ચ માટે બજેટ ફાળવણીમાં મોટો વધારો થયો છે અને તે વધારીને 11 લાખ 21 હજાર કરોડ રૂપિયા કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, સરકારે શાસનમાં પારદર્શિતા લાવતા ત્રણ લાખ કરોડ રૂપિયા બચાવ્યા છે. તેમણે કહ્યું કે, છેલ્લા દસ વર્ષમાં મધ્યમ વર્ગને કર પ્રોત્સાહનો આપવા માટે વિવિધ પગલાં લેવામાં આવ્યા છે .સરકારે 12 લાખ રૂપિયા સુધીની આવકવેરા છૂટની જાહેરાત કરી છે જે મધ્યમ વર્ગના નાણાકીય ક્ષેત્રને મજબૂત બનાવવા તરફ એક મોટું પગલું છે

તેમણે કહ્યું કે, તેમની સરકારે ગરીબ લોકોના કલ્યાણ માટે અનેક પગલાં લીધા છે જેના પરિણામે 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે. શ્રી મોદીએ ખાતરી આપી કે તેમની સરકાર 100 ટકા યોજનાઓ પર ભાર મૂકીને વિકસિત ભારતના વિઝનને પ્રાપ્ત કરવા માટે કામ કરી રહી છે. તેમણે રાષ્ટ્રપતિના સંબોધનને પ્રેરણાદાયક ગણાવ્યું જે વિકસિત ભારતના સંકલ્પને મજબૂત બનાવે છે, નવી આશા આપે છે અને લોકોને પ્રેરણા આપે છે. શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું કે તેમની સરકારે ગરીબોના દર્દ અને મધ્યમ વર્ગની આકાંક્ષાઓને સમજીને સમાજના તમામ વર્ગો માટે કામ કર્યું છે.
પ્રધાનમંત્રીએ AI ની શક્તિનો ઉપયોગ ,SC, ST અને OBC સમુદાયોને મહત્તમ તકો ,આદિવાસીઓ માટે એક અલગ મંત્રાલયની રચના સહિતના મુદ્દાઓને તેમણે જવાબમાં આવરી લીધા હતા..
જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 રદ કરવાના સરકારના નિર્ણયને કારણે સ્થાનિક લોકોને થયેલા ફાયદાઓને પણ તેમંણે વર્ણવ્યા હતા.. નકસલવાદને નેસ્તનાબૂદ કરવાના સરકારના પ્રયાસનો પણ આ જવાબમાં પ્રધાનમંત્રીએ ઉલ્લખ કર્યો હતો.
આ ઉપરાંત પ્રધાનમંત્રીએ ઔદ્યોગિક વિકાસ અને રોજગારીની તકો સર્જવાના સરકારના અભિગમને પણ પ્રકાશિત કર્યો હતો.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ