સંરક્ષણ સંશોધન અને વિકાસ સંસ્થા – DRDOએ ગઈકાલે ઓડિશાના દરિયાકાંઠે આવેલા ડૉ. APJ અબ્દુલ કલામ દ્વીપ પરથી ભારતની પ્રથમ લાંબા અંતરની હાયપરસોનિક મિસાઈલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે.
આ હાઈપરસોનિક મિસાઈલ સશસ્ત્ર દળો માટે વિવિધ પેલોડને એક હજાર 500 કિલોમીટરથી વધુ અંતર સુધી લઈ જવા માટે બનાવવામાં આવી છે. એક સોશિયલ મીડિયા સંદેશમાં, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આ પરીક્ષણને એક ઐતિહાસિક સિદ્ધિ ગણાવી છે, તેમણે સફળ ઉડાન પરીક્ષણ માટે DRDO, સશસ્ત્ર દળો અને સંરક્ષણ ઉદ્યોગને અભિનંદન પાઠવ્યા હતા.
Site Admin | નવેમ્બર 17, 2024 2:56 પી એમ(PM)