સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે અમેરિકાના પ્રવાસના અંતિમ દિવસે ગઈ કાલે ટેનેસ્સીનાં મેમ્ફસિસ રાષ્ટ્રીય નાગરિક અધિકાર સંગ્રહાલયની મુલાકાત લીધી હતી અને ભારતીય સમુદાય સાથે વાતચીત કરી હતી.
મેમ્ફસિસ, એટલાન્ટા અને નેશવિલેના ભારતીય મૂળનાં લોકો સાથેની મુલાકાતમાં શ્રી સિંહે સમાજ, વિજ્ઞાન અને અર્થતંત્રમાં ભારતીય સમુદાયની સિધ્ધિઓ અને તેમનાં પ્રદાનની પ્રશંસા કરી હતી. તેમણે ભારતીય મૂળનાં લોકોને ભારત અને અમેરિકા વચ્ચેના જીવંત સેતુ તરીકે ગણાવ્યા હતા.
રાષ્ટ્રીય નાગરિક અધિકાર સંગ્રહાલયમાં 17મી સદીમાં અમેરિકાનાં નાગરીક અધિકાર ચળવળનો ઈતિહાસ પ્રદર્શિત કરવામાં આવ્યો છે. 1968માં માર્ટિન લ્યુથર કિંગ જુનિયરની હત્યાનાં સ્થળની નજીક આ સંગ્રહાલય બનાવવામાં આવ્યું છે.
Site Admin | ઓગસ્ટ 26, 2024 3:45 પી એમ(PM) | અમેરિકા | સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ