સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું છે કે, ભારત ક્ષમતા નિર્માણ ,સ્થાયી ટેક્નોલોજી અને ઔદ્યોગિક ભાગીદારી માટે સંરક્ષણ ક્ષેત્રે અમેરિકા સાથે મળીને કામ કરવા આતુર છે. શ્રી સિંહે ગઈકાલે વોશિંગ્ટન ડીસીમાં યુએસ ઈન્ડિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશીપ ફોરમ દ્વારા આયોજિત રાઉન્ડ ટેબલમાં અમેરિકા સંરક્ષણ ઉદ્યોગના વરિષ્ઠ નેતાઓ સાથે વાર્તાલાપ કરતી વખતે આ મુજબ જણાવ્યું હતું .
શ્રી સિંઘે એ ભારપૂર્વક કહ્યું કે ભારત અમેરિકા રોકાણ અને ટેક્નોલોજી સહયોગને આવકારે છે અને કુશળ માનવ સંસાધન, મજબૂત એફડીઆઈ , ઉદ્યોગ અનુકૂળ ઇકોસિસ્ટમ અને મોટા સ્થાનિક બજાર સાથે તૈયાર છે. રાઉન્ડ ટેબલમાં મોટી સંખ્યામાં અમેરિકા ડિફેન્સ અને ટેક્નોલોજી કંપનીઓએ ભાગ લીધો હતો. સરક્ષણ મંત્રીએ વોશિંગ્ટન ડીસીમાં અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવાન સાથે પણ મુલાકાત કરી હતી. તેઓએ વિકસતી ભૌગોલિક રાજકીય પરિસ્થિતિ અને કેટલાક મુખ્ય પ્રાદેશિક સુરક્ષા મુદ્દાઓ પર ચર્ચા કરી.
બંને દેશોના સંરક્ષણમંત્રીઓએ ભારત અને અમેરિકા વચ્ચે સુરક્ષા પુરવઠા વ્યવસ્થા કરાર પર ખુશી વ્યક્ત કરી હતી બંને નેતાઓએ ઈન્ડો-પેસિફિક રિજન અવેરનેસ પ્રોગ્રામ, ક્વાડ પહેલ અને હિંદ મહાસાગર ક્ષેત્રમાં સહયોગ વધારવાના ભારતના પ્રયાસોમાં થયેલી પ્રગતિની પ્રશંસા કરી હતી.
Site Admin | ઓગસ્ટ 24, 2024 3:06 પી એમ(PM) | #Akashvani AkashvaniNews
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું છે કે, ભારત ક્ષમતા નિર્માણ, સ્થાયી ટેક્નોલોજી અને ઔદ્યોગિક ભાગીદારી માટે સંરક્ષણ ક્ષેત્રે અમેરિકા સાથે મળીને કામ કરવા આતુર છે
