સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું છે કે ભારત અને અમેરિકા સ્વાભાવિક મિત્રો છે અને સાથે મળીને વિશ્વમાં શાંતિ, સમૃદ્ધિ અને સ્થિરતા સુનિશ્ચિત કરી શકે છે. વોશિંગ્ટન ડીસીમાં ભારતીયસમુદાયના લોકોને સંબોધતા મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારત અને અમેરિકામજબૂત ભાગીદાર બનવાનું નક્કી કરે છે અને આ સહયોગ વધી રહ્યો છે. ભારતીય અર્થતંત્રનીવૃદ્ધિની સંભાવનાઓ પર પ્રકાશ પાડતા, શ્રી સિંહે કહ્યું કેદેશ 2027 સુધીમાં ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. સંરક્ષણ નિકાસ અંગેમંત્રીએ કહ્યું કે તે હવે 21 હજાર કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે.આ મુલાકાતદરમિયાન, ભારત અને અમેરિકાએ સિક્યોરિટી ઓફ સપ્લાય સિસ્ટમ (SOSA)દસ્તાવેજ અને લાયઝન ઓફિસર્સની નિમણૂક અંગે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા. ભારત અને અમેરિકા હવેરાષ્ટ્રીય સંરક્ષણને પ્રોત્સાહન આપતા માલ અને સેવાઓ માટે પ્રાથમિકતા સહાય પૂરીપાડવા માટે સહમત થયા છે. ઔદ્યોગિક સંસાધનો મેળવવા સક્ષમ બનાવશે. યુએસ ડિફેન્સટ્રેડ પાર્ટનર્સ સાથે આંતરકાર્યક્ષમતાને મજબૂત કરવા માટે SOSA એ એક મહત્વપૂર્ણ. ભારત અમેરિકાનું અઢારમું સોસા ભાગીદાર છે.શ્રી સિંહ તેમના અમેરિકન સમકક્ષ સાથે દ્વિપક્ષીય બેઠકો પણકરશે અને અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવાનને પણ મળશે. સંરક્ષણમંત્રી અમેરિકાની ચાર દિવસીય મુલાકાતે ગઈકાલે સાંજે વોશિંગ્ટન પહોંચ્યા હતા.
Site Admin | ઓગસ્ટ 23, 2024 7:41 પી એમ(PM)