સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું છે કે, ભારત અને અમેરિકા સ્વાભાવિક ભાગીદારો છે અને આ ભાગીદારી વધુ મજબૂત બનશે. અમેરિકાની સત્તાવાર મુલાકાતના પ્રથમ દિવસે વોશિંગ્ટનનમાં તેમણે ભારતીય મૂળનાં નાગરિકોને સંબોધન કરતાં જણાવ્યું કે, ભારતીય સમુદાય તેમના સાંસ્કૃતિક મૂલ્યોને જાળવીને પોતાનાં મૂળને વળગી રહ્યો છે એ જોઇને તેમને આનંદ થાય છે.
સંરક્ષણ મંત્રીની વોશિંગ્ટનની મુલાકાત દરમિયાન ભારત અને અમેરિકાએ સિક્યોરિટી ઓફ સપ્લાઇઝ એરેન્જમેન્ટ ડોક્યુમેન્ટ- SOSA સહિતની કેટલીક સમજૂતિઓ કરી હતી. આ અંતર્ગત ભારત અને અમેરિકા રાષ્ટ્રીય સંરક્ષણને પ્રોત્સાહન આપતી ચીજવસ્તુઓ અને સેવાઓને પ્રાથમિકતા આપવા સંમત થયા છે.
શ્રી રાજનાથસિંહ અમેરિકાના સરંક્ષણ મંત્રી લૉઇડ ઑસ્ટિનના આમંત્રણ પર અમેરિકાના ચાર દિવસનાં પ્રવાસે ગઈ કાલે સાંજે વૉશિંગ્ટન પહોંચ્યા હતા. શ્રી સિંહ અમેરિકામાં તેમના સમકક્ષ સાથે તેમજ અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવાન સાથે પણ બેઠક કરશે.
Site Admin | ઓગસ્ટ 23, 2024 3:38 પી એમ(PM) | #Akashvani AkashvaniNews